આપણે હર હંમેશ એવું કહીએ છીએ કે એવું કહેતા આવ્યા છીએ કે કોઈપણ વ્યક્તિ ને આપણે મળીએ છીએ કે કોઈપણ વ્યક્તિ આપણને મળે છે તો એમ જ મોઢા માંથી એક જ શબ્દ નીકળે છે કે એતો નસીબ માં મળવા નું લખ્યું હતું કે લખાયેલું હતું એટલે આજે મળ્યા છીએ.તેમજ આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે જે કોઈપણ વ્યક્તિ ને મળીએ છીએ પછી એ વ્યક્તિ સારી હોય કે ખરાબ એ મહત્વ ની વાત નથી પણ મહત્વ ની વાત કે બાબત તો એજ છે કે મળેલ જે તે વ્યક્તિ સાથે આપણું ઋણાનુબંધ (લેણદેણ) છે અને એના જ લીધે આપણને ભગવાન તમામ એવા જ વ્યક્તિ ને મળાવશે કે એવા જ વ્યક્તિ સાથે સંબંધ માં બંધાવશે જેની સાથે આગલા જનમ નું કોઈ ઋણાનુબંધ(લેણદેણ) હશે જે આ જન્મ માં એક બીજા ને મળીને ઋણ મુક્ત કરવા માટે મળ્યા હોઈએ છીએ અને સમગ્ર જીવન દરમિયાન માં પણ એવા એવા જ વ્યક્તિ સાથે તમારો સંબંધ ટકશે જેની સાથે તમારુ આગલા જનમ નું ઋણાબંધ (લેણદેણ) હશે.અને જેની સાથે કોઈપણ જાત નું ઋણાનુબંધ (લેણદેણ)નહિ જ હોય એવા વ્યકિત સાથે તમે તન મન,ધન, વચન અને કર્મથી લાખ પણ જો પ્રયત્નો કરશો ને સંબંધ ને બાંધવાની, સાચવવાની કે ટકાવવાની તો પણ એ વ્યક્તિ સાથે એ સંબંધ નહિ જ ટકે અને ગમે તે ને ગમે તે રીતે સંબંધ તુટી જ જશે. માટે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ ખૂબ જ મતલબ ખૂબ જ પ્રયત્નો કર્યા પછી પણ જો સંબંધ તુટી જાય તો દુઃખ કે અફસોસ વ્યકત નહિ કરવાનો પણ એમ માનવાનું કે સમજવાનું કે આપણો જે તે વ્યક્તિ સાથે આટલો જ ઋણાનુબંધ લખી ને કે લખાઈ ને કુદરત ના ઘરે થી આવ્યા હોઈશું એટલે જ લાખ પ્રયત્નો કર્યા પછી પણ સંબંધ તુટી ગયો પણ સંબંધ ક્યારેય પણ તૂટતો જ નથી પણ જે તે વ્યક્તિ સાથે નો ઋણાનુબંધ પૂરું થઈ જાય છે અને આપણે એમ કહીએ છીએ કે સંબંધ તુટી ગયો.કેમ કે આ મારો કે તમારો નહિ પણ કુદરત ના ઘર નો જ નિયમ છે.આપણે ઘણીવાર આપણી જ આસપાસ ઘણાં ખરા લોકો ને એવું કહેતા સાંભળ્યા હશે કે આ વ્યક્તિ કંઈપણ ખાસ એવું કોઈ કામ કરતું નથી તેમ છતાં પણ તમામ ક્રેડિટ એને જ મળે છે અને ઘણા લોકો ઘણું ખરું કામ કરે તેમ છતાં પણ અંતે તો એમને બદનક્ષી જ મળે એના પાછળ પણ બીજુ કંઈ પણ નહિ પણ એક ઋણાનુબંધ (લેણદેણ) હોય છે એટલે જીવન માં કંઈપણ નાનું કે મોટું કામ કરો તો નિસ્વાર્થ ભાવ થી કરો કેમ કે નિસ્વાર્થ ભવ થી કરેલ કામ નું ફળ કુદરત એક ના એક દિવસ વ્યાજ ના વ્યાજ સાથે ચોક્કસ થી આપે છે.એટલે જીવન માં ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ નિરાશ નહિ થવું.પણ પરમાત્મા અને પોતાના માં અખૂટ વિશ્વાસ રાખવાનો બસ,
સ્વ અનુભવ આધારિત રજૂ કરેલ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ