#જિજ્ઞાસુ
==================================
મન માં કંઈક જાણવા ની ઈચ્છા જાગ્રત થાય, એને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. સ્વભાવિક રીતે બધા આ જાણે જ છે. પરંતુ શામાટે જિજ્ઞાસા છે? તેના ઉદ્ભવ નું કારણ જાણવા કોઈ વિરલ વ્યક્તિ જ પ્રયત્ન શીલ બને છે
આ સત્ય છે..
જગતમાં દ્રશ્યમાન પદાર્થો, વ્યક્તિ ઓ, અને પ્રાકૃતિક સૃષ્ટિ માં તમને કંઈક વિશેષ દેખાય છે, કંઈ રહસ્યમય લાગે છે, ત્યારે તમારી ભીતરી શક્તિ જાણવા ની ઈચ્છા પ્રગટ કરે છે . આવું કેમ ? શામાટે? કેમ બીજી રીતે આવું ના થાય? વગેરે પ્રશ્નો ઉભા થાય છે.
તમે વાસ્તવિક રીતે પુર્ણ જ્ઞાન સ્વરૂપ છો જ , એમાં શંકા કરવાની જરૂર નથી. ફક્ત તમારી જાતને જાણવા ની જ જરૂર છે એ છે જિજ્ઞાસા.
જિજ્ઞાસા નું અસ્તિત્વ તમારી વિસ્મૃતિ ને આધારે છે. તમે
તમારું જ્ઞાન સ્વરૂપ ભૂલી ગયા છો. માટે ભીતર થી ચૈતન્ય
જિજ્ઞાસા બની તમારુ રહસ્ય ઉદ્ઘાટન કરવા પ્રયત્ન કરે છે
પરંતુ ભાવનાત્મક રીતે આપણે દેહ અધ્યાસ માં સજ્જડ
જોડાઈ ગયા છે એટલે અંતઃકરણ માં થી આવતા અવાજ ને જાણી શકતા નથી, અને એને જગત સાથે, વસ્તુઓને સાથે કે પરિસ્થિતિ સાથે જોડીને તેને પ્રાપ્ત કરવા જીવન પર્યંત પ્રયત્ન શીલ રહીએ છીએ.
સફળતા મળે છે નિષ્ફળતા મળે છે. સુખદુઃખ મનમાં અનુભવી એ છીએ , પરંતુ શાશ્વત આનંદ અને પ્રેમ ની અનુભૂતિ થતી નથી કારણકે આપણી સમજ ફક્ત દુન્વયી છે પ્રાકૃત છે, આધ્યાત્મિક સિધ્ધિ કે આત્મચેતના ને જાણવા ની આપણી જિજ્ઞાસા હોતી નથી. પરીણામે કર્મની ગતિ ગહન છે એ કર્મના લેખાંજોખાં પ્રારબ્ધ પુરૂષાર્થ આને સંચિત તથા ક્રિયમાણ કર્મો માં આસક્તિ ના
લીધે જન્મ મરણ ના વ્યુહાત્મક ચક્કર કાપી એ છે.
આમ, જિજ્ઞાસા એ સહજ સ્વાભાવિક છે. માણસ ને ઈશ્વરે સંકલ્પ વિકલ્પ કરવા ની શક્તિ મન સ્વરૂપે આપેલી છે, નિર્ણય કે વિચાર ને સમજવા બુધ્ધિ આપી છે. અને
જગતના વિષયો અને તન્માત્રા ભોગવવા ઈન્દ્રિયો આપી છે. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અને સમજણ અનુસાર જીવન માં સમૃદ્ધિ અને શાતિ પામે છે. એ બધાં માં જિજ્ઞાસા કારણરૂપ હોય છે.
==={{{😂😂😂}}}===