❤️ * જીવનની કિંમત* ❤️
મરવું મરવું શું કરે છે, દોસ્ત!!
મળી છે આ જીંદગી તો જીવી લેને
આજ નહીં તો કાલે જવાનું તો છે જ
પણ છે એટલું એ તો જીવી લેને
તું શું સમજે આ અમૂલ્ય જીવન ની કિંમત
મળી નથી જિંદગી એને એક વાર પૂછી લેને
શું હોય છે એ નયનોનું મૂલ્ય
જોઈ નથી જેણે દુનિયા એ અંધ ને પૂછી લેને
તું શું અનુભવે એ સંગીતના સૂરોને
જેણે સાંભળ્યા નથી એને એકવાર પૂછી જોને
વ્યર્થ છે એ અર્થ વગરનું બોલવું
વાચા મળી નથી એને જ પૂછી જોને
સુખ-દુઃખ તો છે જીવનની બે બાજુઓ
એ સ્વીકારી હિંમતથી એને પાર પાડી લેને
નથી મળ્યું ઘણાને ઘણું છતાં જીવી જાય છે
એકવાર એમને જ જોઈને તું પણ જીવી લેને
📝NIVYA KOTHARI📝