Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મોક્ષ" એટલે શું,
*************
મોક્ષ એટલે મૂકતી, કોઈ પણ બંધન માંથી મુક્ત થવું એટલે મૂકતી(મોક્ષ)
આપણે વ્યવહારિક વાત કરીએ તો દા:ત: કોઈ ને કાંઈ વ્યચન હોય અને એ વ્યચન છોડી દે એટલે તે વ્યચન મુક્ત થયો કહેવાય,એને વ્યચન માંથી મુક્તિ મળી ગઈ કહેવાય,આવી રીતે સંસાર ના કોઈ પણ બંધન હોય જેવાકે ઘર ની સઘળી જવાબદારી,વ્યવારિક પ્રસંગો,કોઈનું લેણું,જેલ ની સજા,મકાન ખરીદવું, વિગેરે તમારી ફરજ માં આવતા દરેક કાર્ય સંપૂર્ણ પૂરા કરી લ્યો એટલે તમે એ કાર્ય માંથી મુક્ત થયા કહેવાવ,પછી તમારે એ કાર્ય પૂર્ણ કરવાના રહેતા નથી,તમને એનાથી મુક્તિ મળી ગઈ કહેવાય,
એવીજ રીતે આધ્યાત્મિક પંથ માં પણ એવું જ છે,આપણા દેહ નો,આપણા નામ નો,આપણા રૂપ નો,આપણી તાકાત, બળ,કુટુંબ,પરિવાર,ધન,દોલત,જમીન,જાગીર,આ તમામે તમામ નો
તમારા માં રહેલો અંહંકાર, માંન,અપમાન,લોભ,મોહ,ઈર્ષા,હું પણું,ઈશ્યા,ભેદ ભાવ,જાતિવાદ,સંસાર ની મોહ જાળ ની આસક્તિ,વાદ,વિવાદ, કર્તા પણાનો ભાવ,હું કાંઇ છું એવું જે તમે મન થી માની બેઠા છો એ મન માંથી કાઢી નાખો,
કર્તા ભાવ માંથી બહાર આવી અકર્તા બની જાવ,
મનથી એવું નક્કી કરી લો કે હું આ જગત માં આવ્યોજ નથી મારો જન્મ થયો જ નથી,હું કોઈ વ્યક્તિ જ નથી, હું કાંઈ નથી આવો ભાવ કરી દ્દઢ મન રાખી સ્થિર થઈ જાવ,
સાવ શૂન્ય બની જાવ(ખાલી થઈ જવું) મનમાં કાંઈ રહેવું જોઈએ નહિ,
પછી વિચારો કે હું કોણ છું,એનો પુરે પૂરો અનુભવ કરો,
આ અનુભવ કર્યા પછી તમને જે શાંતિ અને સુખ મળશે,જે આનંદ મળશે તે પરમ સુખ અને પરમ આનંદ હશે એ સુખ અને આનંદ એ જ તમારું મૂળ સ્વરૂપ છે,
હવે તમને કોઈ બંધન નથી તમે મુક્ત શો,આ સ્થિતિ ને મહા પુરુષોએ ,સંતોએ મોક્ષ કહ્યો છે,
મોક્ષ બીજો કોઈ નથી,
પરમ સુખ,પરમ આનંદ એજ મોક્ષ છે,
મન માં રજ ભાર કોઈ પણ આશા,કે તૃષ્ણા રહેવી જોઈ એ નહિ આવી સ્થિતિ કાયમ રહેવી જોઈએ,તોજ પરમ સુખ ના અધિકારી બનશો,
જય ગુરુ મહારાજ,

Gujarati Religious by બાબા સત્સંગી : 111409307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now