Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માન્યું અગ્નિની સાક્ષીએ ૭ જન્મ સાથે રહીશું,
એ હોય શકે હવે મિથ્યા કે માન્યતા,
કારણ હવે એવું થ‌ઈ રહ્યું છે, જાણે ચાલતો હોય Divorce Trend,
શું આપણે એટલા બધા અસહિષ્ણુ થઈ ગયા છીએ,
કે આપણે આપણા સાથીની નાની અમથી ભૂલ પણ ન કરી શકીએ નજર અંદાજ?
કે પછી એકમેકની ભૂલ સ્વીકારવામાં પણ આડે આવે છે આપણું હું પણું, કે નડે છે માફ કરતા અહંકાર આપણો?
ન શીખીએ આપણે કશું આપણા માતા-પિતા પાસેથી તો ચાલશે,
પણ એમની પાસેથી એક વાત ચોક્કસ શીખવા જેવી છે,
એ છે કે થ‌ઈ હશે એમની વચ્ચે પણ અનબન ક્યારેક,
પણ શું એમણે છોડ્યો કોઈ દિવસ એકબીજાનો સાથ?
તો પછી આજે આપણને કેમ વિચાર આવે છે નાની નાની બાબતોમાં છૂટા પડવાનો?
#જન્મ

Gujarati Poem by Maitri Barbhaiya : 111407851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now