હોય છે ને હોતુ નથી, મન તું જોજો,
ખોવુછે ખૂદનું ,અજાણે મન તું જોજો,
ઉડીને આંખે વળગે, ચમકદમક એવી,
લીલું છમ હર્યું ભર્યું , ચમન તું જોજો.
ભૂલો ભલે કરી છે,ઘણી અહંકાર વશ,
સુધારો સ્વયં માં કેવો, લગન તું જોજો;
મારા તારામાં મુસીબત, ઉઠાવી છે ઘણી,
ત્યાગ માં તત્પર દિલથી,અમન તું જોજો
આનંદ સદૈવ હયાત, અંતઃકરણમાં રહેશે,
દુઃખદર્દ માં પણ એનું , ભજન તું જોજો;
====================÷×÷÷÷