Gujarati Quote in Religious by Deeps Gadhvi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏🙏શ્રીહરી લીલા 🙏🙏
અત્યારે ટી.વી. પર રામાયણ દર્શાવામાં આવી રહી છે.રામાયણ એ કોઈ સામાન્ય પ્રસંગોની શ્રેણી નથી જે એની રીતે ચાલતી રહે પણ સંપૂર્ણ રામાયણ એ ભગવાન શ્રીહરી નારાયણની અદ્ભૂત લીલાની હારમાળા છે.સંપૂર્ણ રામાયણના દરેક પ્રસંગ શ્રીહરીના આયોજન પ્રમાણે ચાલતી લીલા છે.એના અમુક અત્યંત મહત્વના પ્રસંગો તો શ્રીહરીની એવી માયા છે જે કે જે મનુષ્યજાતિ માટે જ રચવામાં આવી છે.જેમકે
(1)શ્રીહરીનો જન્મ રામચંદ્રજી તરીકે માતા કૌશલ્યાની કૂખે થયો.ઈશ્વર પણ એક સામાન્ય બાળકની જેમજ જન્મ્યા.
(2)શ્રી રામચંદ્ર માતા સીતાના સ્વયંવરમાં હાજર રહી શરતનું પાલન કરીને માઁ સીતાના પતિ પરમેશ્વર થયાં.
(3)શ્રી રામચંદ્ર પિતાના વચનને પૂરું કરવા વનવાસ ગયા.માતા કૈકઇએ પ્રભુ શ્રી રામનો વનવાસ માંગ્યો એ પણ શ્રીહરીની જ અદ્ભૂત લીલાનો એક ભાગ હતો.જેમાં પિતાનો અને તેમના વચનનો આદર કરવાનો આદર્શ સંસારમાં સ્થાપિત કરવાનો હેતુ સ્પષ્ટ થાય છે.
(4)માતા સીતા પોતાના પતિ પરમેશ્વરને પગલે પગલે વનવાસ ભોગવવાનો સ્વીકાર કરે છે તે ભારતીય આર્ય નારીનો મહાન અને પવિત્ર ધર્મ પ્રસ્તુત કરે છે.નહીંતર વનવાસ માત્ર શ્રી રામજી માટે જ હતો.
(5)શ્રી રામચંદ્ર સાથે બંધુ લક્ષમણજી પણ વનવાસમાં સાથ આપી મોટાભાઈ અને ભાભીની સેવા કરવા તૈયાર થાય એ મહાન ત્યાગની કક્ષામાં આવે છે.
(6)અયોધ્યાનો રાજપાઠ મળવા છતાં ભાઇ ભરત શ્રી રામજીની પાદુકાને માથે ચડાવીને રાજસિંહાસન પર મૂકીને કહે કે તેઓ શ્રીરામચંદ્રનું સ્થાન કદાપિ ન લઇ શકે અને રાજગાદીનો સ્વીકાર ના કરે એતો નિર્મોહપણાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ રજુ કરે છે.
(7)માતા જાનકી કે જે સ્વયં માઁ દુર્ગાનો અવતાર હતા એમનું અપહરણ કરવાની શક્તિ કોઈના બાપમાં પણ ન હતી.પણ આ પ્રસંગ શ્રીહરિની લીલાનો અતિમહત્વનો ભાગ હતો. આર્યનારિએ લક્ષમણ રેખા પાર ન કરવી એવુ પવિત્ર જ્ઞાન અહીં અપાયું છે.
(8)રાવણ અહંકાર અને પ્રતિશોધની આગમાં બળી રહ્યો હતો જેના કારણે સમસ્ત લંકાનો નાશ થઇ ગયો.કોઈ રાજા અથવા શાસકે વ્યક્તિગત અહમને પોષતા પહેલા તેની પ્રજાનો વિચાર કરવો જોઈએ એવુ શાસ્ત્રબોધ અહીં પ્રાપ્ત થાય છે.
(9)હનુમાનજી શ્રીરામ ના સેવક બનીને તેમની સહાયતા કરે છે. ભગવાનની સહાયતા કરી.સ્વામી પણ સેવક વગર અધૂરા છે એવુ સત્ય અહીં ચરિતાર્થ થાય છે.
(10)શ્રીરામજી ધારેત તો રાવણનો તુરંતજ સંહાર કરી નાખ્યો હોત પરંતુ દુશ્મનને યુદ્ધસંધિ કરવાની પૂરતી તક આપવી એ પણ એક યોદ્ધાનો ધર્મ છે એવી યુદ્ધનીતિ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર માનવજાતિને આપે છે.
🙏🙏🙏🙏🙏🙏

Gujarati Religious by Deeps Gadhvi : 111402334
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now