સહુ છું બધું જ કેમ કે જરૂર તો ખાલી મારે જ છે...
કહું છું બધું જ પોતાના સમજી ને,
કેમ કે જરૂર તો ખાલી મારે જ છે...
સાચવું છું સમય તમારો વિના વિચાર્યે,
ને રાખું છું રડી ને હસતા સદાય,
કેમ કે જરૂર તો ખાલી મારે જ છે...
જરૂર નથી જાણાઈ તમને કસાની,
કદાચ આપ્યું છે મંગાતા પહેલા,
જોયા નથી રાત-દિ ચિંતા હર એક પળ ની તમારી રાખી છે,
પણ ખાલી સાદ તમારો તકલીફ માં પડે છે,
કેમ કે જરૂર તો ખાલી મારે જ છે...
સપનું હંમેશા તમે તમારા સારા સમય નું જોયું છે,
પણ અમે સારો સમય હંમેશા તમારા સાથ માં જોયો છે,
કેમ કે જરૂર તો ખાલી મારે જ છે...