1.સવાર થી સાંજ થઈ ગઈ, તારી શોધમાં, પરમ દિવસ ની કાલ થઈ ગઈ અને કાલ ની આજ થઈ ગઈ....
2. મિત્રો ને મળવામાં ને મળવામાં ખબર જ ના પડી કે જમવાનું પણ ભુલાય ગયું છે,
સવાર થી સાંજ થઈ ગઈ...
3. હવે લાગે છે, 21 મી સદીમાં ઈરાદો નથી જડવાનો તારો
હવે તો, જીવંત મૂર્તિઓ પણ લાશ થઈ ગઈ છે, આ લોકો ને જોઈએ ખબર જ ના પડી.
સવાર થી સાંજ થઈ ગઈ...
4. હજુ કેટલો શોધું આ 21મી સદીના રસ્તામાં હવે તો લોકો મારી પણ તલાશ કરતા થઈ ગયા છે,
સાહિલ કયાં છે, હવે તેને શોધવો પડશે, ખબરજ ના પડી એને શોધવામાં કે...
સવાર થી સાંજ થઈ ગઈ...
5. બીજાની માહિતી જાણવા અને મિત્રો ને msj કરવામાં જ ખબર ના પડી કે,
સવાર થી સાંજ થઈ ગઈ...
6. ભૂતકાળ ની વાતો યાદ કરવા ગયા તો ખબર ના પડી કે,
સવાર થી સાંજ થઈ ગઈ...
7. સવારમાં પીધેલી ચા એ ખબર જ ના પાડવા દિધી કે,
સવારથી સાંજ કેમ થઈ ગઈ.
સવાર થી સાંજ કેમ થઈ ગઈ...
#સવાર થી સાંજ થઈ ગઈ.