નયન નિહારે રાહ તારી
દિલ, નઝર, નયન, તન , મન બધાં નિહારે રાહ તારી
એક ઝલક મેળવવા તારી, રાત જાગુ હું સારી.
બંધ આંખે, ખુલી આંખે, દેખાય મને, બસ સુરત તારી.
મન લુભાવે, દિલ જીતી લેય, એવી સુરત છે પ્યારી;
મારો નથી, તો પણ રાત દિવસ યાદ આવે છે મને તારી
નઝર મલતાં, દિલ ખોઇ દીધું મૅ મારું, એમા ખતા શું મારી?
થાકેલા, હારેલા નયન મારાં, નિહારે રાહ તારી.
દિલ નો દીવડો ઑળવાય નહી, પ્રેમ માં ગઈ છું હું હારી
બસ હું તો જાણું એટલું, જીવન ભર રાહ નિહરિશ હું તારી
Armin Dutia Motashaw.