અશુભ થતા પહેલા મંગળ આપે છે આ સંકેત
જે ગ્રહની દશાનાં પ્રભાવમાં આપણે હોઇએ છીએ તેની સ્થિતિ અનુસાર શુભાશુભ ફળ આપણને મળે છે. જ્યારે પણ કોઇ ગ્રહ શુભ કે અશુભ ફળ આપવાનો હોય ત્યારે તે કેટલાક સંકેતો આપે છે. કેટલાક ઉપાયો દ્વારા તેની સમસ્યાઓથી બચી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહનાં પ્રભાવવાળી વ્યક્તિ સાહસી, સ્વસ્થ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા હોય છે. તેઓ પોતાના સિદ્ધાંતો અને નિર્ણયો પર અડગ રહે છે. મંગળ મેષ અને વૃષિક રાશિનો સ્વામી હોય છે. મંગળનાં અશુભ થતા પહેલા જમીનનો કોઇ ભાગ અથવા સંપત્તિનો કોઇ ભાગ તૂટે છે અથવા ઓછો થાય છે. ઘરનાં કોઇ ખુણામાં કે જગ્યા પર આગ લાગી શકે છે. આ આગ નાના સ્તર પર હોય છે. કોઇ લાલ રંગની વસ્તુ ખોવાઇ જાય છે અથવા નષ્ટ થાય છે. હવનની અગ્નિ અચાનક બંધ થઇ જાય છે. અગ્નિ પ્રગટાવવાનાં ઘણા પ્રયાસ છતા અગ્નિ પ્રગટતી નથી અથવા અચાનક અગ્નિ બંધ થઇ જાય છે. કોઇપણ પ્રકારે નાની-મોટી દુર્ઘટના થઇ શકે છે.
આના ઉપાય માટે મંગળનાં દેવતા હનુમાનજીને મંદિરમાં લાડૂ અથવા બુંદીનો પ્રસાદ આપવો. હનુમાન ચાલીસા વાંચવી અને ગોળ-ચણાનો પ્રસાદ આપવો. સંતાનને કોઇ તકલીફ કે નુકશાન થઇ રહ્યું હોય તો લીમડાનું ઝાડ રોપવું જોઇએ. રાત્રે જળનું પાત્ર ભરીને રાખવું અને સવારે ઝાડમાં રેડવું. વડીલોનાં આશિર્વાદ લેવા જોઇએ અને મોટા ભાઇ-ભાભીની સેવા કરવી જોઇએ, ફાયદો રહેશે. મંગળ મંત્ર ‘ઓમ ક્રાં ક્રીં ક્રોં સ: ભૌમાયા નમ:’નો 40000 વખત જપ કરવો.