Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Why Indian Widow Women Have To Wear White Saree?

કામવાસનાને કાબૂ કરવા સ્ત્રીઓ પર મુકાય છે આવા પ્રતિબંધો, આ છે કારણો !

આપણે જ્યારે પણ કોઈ વૃદ્ધ તથા વિધવા મહિલાની કલ્પના કરીએ છીએ તો તે આપણને સફેદ કપડાં પહેરેલી અબળા નારીના રૂપમાં નજર આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ જે મહિલાના પતિની મૃત્યુ થઈ ગઈ હોય તેણે પોતાનું ખાનપાન અને પહેર-વેશ બદલી લેવો જોઈએ. અને પોતાનું જીવન સાદગી તથા ભગવાનની ભક્તિમાં જ વિતાવવું જોઈએ. શું કહે છે શાસ્ત્ર? વિધવા મહિલાઓએ શેનો-શેનો ત્યાગ કરવો જોઈએ? વિધવા મહિલાઓ સાથે અન્ય કઈ પ્રથાઓ જોડાયેલી છે અને શું છે તેનું કારણ તેના વિશે જાણીએ...

શાસ્ત્ર કહે છે કે આવી મહિલાઓએ પોતાના ખાનપાનમાં માંસ-માછલી અને લસણ-ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રોમાં વિધવા મહિલાઓ માટે મસૂરની દાળ, બીટ, મૂળા તથા ગાજરના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. વિધવા મહિલાઓ માટે રંગીન વસ્ત્રો પહેરવાની પણ મનાઈ કરવામાં આવી છે. આ જ કારણ છે કે થોડા વર્ષો પહેલા સુધી વિધવા થયા બાદ મહિલાઓ માત્ર સફેદ વસ્ત્રો જ પહેરતી હતી. ગમે તે થઈ જાય સમાજના લોકો તેમને સફેદ કપડાં પહેરવા ઉપર મજબૂર કરી જ દેતા હતા. જોકે હવે સામાજિક માન્યતાઓમાં થોડા ફેરબદલ આવ્યઆં છે અને એ મુજબ વિધવા મહિલાઓ હવે રંગીન કપડાં પણ પહેરવા લાગી છે, પરંતુ શાસ્ત્રોમાં વિધવાઓ માટે જે નિયમ બનાવવામાં આવ્યાં છે તે એમ જ નથી બનાવવામાં આવ્યાં, બલકે તેના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આધાર છે.

શું છે સફેદ કપડાં પહેરવા પાછળનું ધાર્મિક કારણ?

ધાર્મિક વિષયોના નિષ્ણાત જણાવે છે કે મહિલાઓ માટે પતિની મૃત્યુના નવમા દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરવાનો નિયમ છે. તેનું આધ્યાત્મિક કારણ એ છે કે સફેદ રંગ સાત્વિક્તાનો પ્રતીક છે. સફેદ રંગ એટલા માટે કારણ કે તેમના જીવનમાં બદલાવ આવે છે એટલે એવું થાય છે. સફેદ વસ્ત્રોના માધ્યમથી વિધવા સ્ત્રીઓને એ વાતનો બોધ કરાવવામાં આવે છે કે ભાગ્યએ તેમના જીવનના બધા જ રંગો છીનવી લીધા છે અને પતિ જેને તેઓ પોતાનો પરમેશ્વર માનતા હતા તેનો સાથ છૂટી ગયો છે. આવનારો સમય તમારે રંગો વિના જ વિતાવવાનો છે. જે રીતે સફેદ રંગમાં કોઈ રાગ નથી હોતા એ જ રીતે વિધવા મહિલાઓએ પણ કોઈ રાગ-દ્વેષથી મુક્ત થઈને ઈશ્વરનું ધ્યાન કરતા પોતાનું જીવન વિતાવવાનું છે.
આવું સમય સમય પર કેટલાય ધર્મ નિષ્ણતો જણાવે છે આ પ્રથા ધર્મની દૃષ્ટિએ સાર્થક એટલે છે કારણ કે જો તમે પતિને પરમેશ્વર માનવાની પ્રથા ચાલુ રાખો છો તો આ પ્રથા તેનો જ પ્રતિરૂપ છે.

શું છે સફેદ કપડાં પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ?

સફેદ વસ્ત્રો આધ્યાત્મિક બળ પ્રદાન કરવાની સાથે સાથે વિધવા મહિલાઓને જીવનમાં આવનારી સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આપે છે. જોકે હવે સામાજિક માન્યતાઓ બદલાય ગઈ છે. શાસ્ત્રોના આ નિયમોનું પાલન ઓછું જ થાય છે. તેનું સૌથી મોટું કારણ છે કે એ સમયે બીજા લગ્નની માન્યતા નહોતી. હવે વિધવા પુનર્વિવાહ કરીને પોતાનું જીવન ફરીથી પોતાની ઈચ્છાનુસાર જીવી શકે છે.

જ્યાં સુધી વિધવાઓના ખાનપાનમાં માંસ-માછલી અને લસણ-ડુંગળી ખાવાની મનાઈની વાત છે તો તેનું વૈજ્ઞાનિક કારણ છે. માંસ-માછલી અને લસણ-ડુંગળી ખાવાથી શરીરમાં તાપ વધે છે અને તેની સાથે સાથે કામ ભાવનાઓ પણ વધતી હોય છે. પતિની મૃત્યુ પછી કામ વાસના ઉપર નિયંત્રણ રાખવા માટે વિધવાઓને લસણ-ડુંગળી, મસૂરની દાળ, બીટ, મૂળા તથા ગાજર જેવી ઉષ્ણતાવાળી વસ્તુઓ ખાવાની મનાઈ કરવામાં આવતી હતી.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111394974
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now