હૈયે આશા લઇ ને આવી છું
મુલાકાત લઇ ને આવી છું
પ્રેમ નો ઈઝહાર કરવા ને
ફૂલ તાજા લઈ ને આવી છું
અર્ધ જાગ્રત મન માં ડૂબેલા
સ્વપ્ન પાછા લઈ ને આવી છું
આસું ના દરિયા માં થી કાઢી
મોતી સાયા લઈ ને આવી છું
લાગણી ઓ જો નવા રૂપ માં
પ્રેમ ગાથા લઈ ને આવી છું.
કૃષ્ણ સાથે રાસ રમવા માટે
જોને રાધા લઈ ને આવી છું
સાથ જીવનભર નો નીભાવા
શ્ચાસ મારા લઇ ને આવી છું
દર્શિતા
#મુલાકાત