Gujarati Quote in Story by Vibhuti Desai

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
વિષય: કર્મનું ફળ
નિર્ણાયક ભૂષિત શુક્લ
લઘુ વાર્તા વિજેતા
દ્વિતિય નંબર

📗 સાહિત્ય સંગ્રહ સ્પર્ધા✒
➖➖➖➖➖➖➖➖
શીર્ષક- કર્મનું ફળ
લગ્નના પાંચ વર્ષ પછી રમેશભાઈના પત્ની રમીલાબેને દીકરીને જન્મ આપ્યો.પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો. સુંદર ,હસમુખી , દીકરી નું નામ રાખ્યું પરી.
પરી માંડ છ મહિનાની થઈ અને એક દિવસ તાવ આવ્યો. ડોક્ટર ને બતાવ્યું ,દવા આપી બે દિવસ સારું રહ્યું.ફરી પાછો તાવ આવ્યો, પંદર દિવસ સુધી આ સિલસિલો ચાલુ રહેતા ડોક્ટરે અમુક ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ માં બ્લડ કેન્સર આવ્યું.માવતરને તો વાત જ કેમ થાય? પરીનાં કાકાને વાત કરી.કાકા માંડ માંડ સ્વસ્થ થયા , ધીમે ધીમે માવતરને વાત કરી, પરીને બ્લડ કેન્સર છે ,પરી પાસે માંડ બે મહિના જેટલો સમય છે. સાંભળતાં જ રમીલાબેન આક્રંદ કરી ઉઠ્યા, ભગવાનને પૂછવા લાગ્યા કે આટલી નાની દીકરી ને તેં ક્યાં કર્મનું ફળ આપ્યું?.છે તારી પાસે કોઈ જવાબ?
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ-૭-૪-૨૦૨૦

Gujarati Story by Vibhuti Desai : 111393951
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now