શબ્દોની રમત છે , જરૂર એ,
હ્દય ના ભાવ , કદી ના ઉતરે;
મૂક છે પ્રેમ ની વ્યાખ્યા અહીં,
નજરથી જ આરપાર , ઉતરે;
પીડાને વ્યથા, વણાતી અશ્રુમાં,
વહેલી ધારા ,શબ્દ માં ના ઉતરે;
ચરણ પખાળી, ભાવ શુધ્ધિ એ,
નયન ના નૂર વિના,કદી ના ઉતરે;
આનંદ પ્રેમના , ઉન્માદે ઊન્મની,
અમન થયા વિના, દિલ ના ઉતરે
===={}===={}===={}====