હૈયામાં હોય તો હોઠે જરૂર આવે છે,
મન ની ચાહત , રાહત જરૂર લાવે છે;
રંગીન દેખાય છે,પાણી પ્રકાશથી બધું,
સૂરજ ઊગે નવી રોશની જરૂર લાવે છે;
હયાત છે પ્રકૃતિ માં,ઈચ્છા દ્રઢ કરી લો,
સંકલ્પ નિષ્ઠા પરિણામ,જરૂર લાવે છે;
લૂંટાવી દેવાની હેસિયત છે, જેની બધું,
પ્રકૃતિ નવનિધી આંગણે, જરૂર લાવે છે;
મન કર્યું નિર્લેપભાવમાં, અનાસક્ત જેણે,
આનંદ છલકાતો ચહેરો. , જરૂર લાવે છે;
====={{}}===={{}}====={{}}=====