બે-જાન તો નથી જ મારી હયાતિ,
દર્દ ને તકલીફ , મને પણ થાય છે;
ઝખ્મો સહેલાઈથી ,,સહી લેવાના ,
મલમ સ્વભાવે મળે, એવું થાય છે;
,
કદી પણ માંગવુ જ નહીં પ્રેમ માંજ,
ત્યાગમા તત્પર રહેવા જેવું થાય છે;
મારી હસ્તી જ શેની, સમાયું સઘળું,
અસ્તિત્વ બેહયાત છે,એવું થાય છે;
જીદાદિલી માં દિલ્લગી થાય ગજબ,
તસલ્લી તો,મારાપણા જેવી થાય છે;
"હું" ટુટીને ભલે વિખરાઈ જતું તો' ય,
દિલમાં નૂરાની રોશની ગજબ થાય છે;