તું નઈ સમજે...!!??
આજે ફરી અજયનો મેસેજમાં કકળાટ જોઈ ઉકળતા અવની બોલી... "તું નઈ સમજે..!!??"
અજય પણ ગુસ્સામાં હતો.... "અરે હું જ શું કામ સમજુ..!!?? દરરોજ હું તારા મેસેજની રાહ જોતો હોવ છું. તું સામેથી મને યાદ કરીશ એવુંજ થાય અને સવારથી બપોર થઈ જાય, તું Busy જ હોંય."
અવનીનો પારો વધુ ચડયો... "અજય આ તો હમણાંથી તું આ લોક ડાઉન માં વળી નવરો છે તો સમય આપે છે બાકી કેટલીએ વાર ચાલુ વાતો એ જતો રહેતો અને ક્યારેક તો કેટલીએ રાહ જોવડાયા પછી પણ માંડ આવતો અને વળી અત્યારે હોંશિયારી બતાવે છે."
અજય વિચારમાં પડ્યો... વાત તો સાચી છે. મેં જ સમય નથી આપ્યો. હવે થોડાજ દિવસ બાકી છે હું ફરી એવોજ યંત્રવત્ બની જઈશ. ત્યારે એ જ તો વ્યક્તિઓ છે જેમને તું અત્યારે સમય આપે છે તને સાથ આપશે. " હા... અવની મને મારી ભૂલ સમજાઈ. I am so sorry. મારે સમજવું જોઈએ. હું જ તો સમજીશ." આટલું કહી અજય ફરી એકાંકી થઈ લોક ડાઉન પૂરું થવાની રાહ જોવામાં લાગી પડયો.