Gujarati Quote in Motivational by Mahendra Sharma

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેમ વાંદરાઓની સેના પસંદ કરી?

વાંદરાઓ માણસ જેટલી બુદ્ધિ નહીં ધરાવતા.

એટલે કોઈ તર્ક વગર બસ એમનાં રાજાની વાત માને.

વન્ય ક્ષેત્રમાં જલ્દી પ્રવાસ કરીને માહિતી મેળવી શકે.

બૌદ્ધિક ક્ષમતામાં ભગવાન શ્રી રામ પ્રખર એટલે વધુ બુદ્ધિની આવશ્યકતા નહોતી.

બીજા રાજા કે માનવો જોડાય તો સ્વાર્થ પણ આવી શકે.
વાંદરાઓ જીત્યા પછી પણ વનમાં રહેવાના એટલે ભવિષ્યમાં કશું ચૂકવવું નહીં પડે.

રામના બીજા સગા સંબંધીઓ ઉત્તરમાં હતા, સેનાએ લઈને આવે તો ખર્ચ અને સમય જાય.

વાનરો અને રાક્ષસો વનમાં વાસ કરતાં અને એકબીજાનાં હરીફ હતાં, જેથી યુદ્ધમાં બદલાનો ભાવ આવે.

અને છેલ્લે
પ્રભુ શ્રી રામ એક પ્રખર આગેવાન હોઈ વાનરોને લઈને પણ યુદ્ધ જીતી બતાવે. ભવિષ્ય માટે આ ઉદાહરણ બની ગયું કે તમે મર્યાદિત સાધન સામગ્રીથી મોટા કર્યો સિદ્ધ કરી શકો, બસ મિત્ર સાથે મિત્રતા અને શત્રુ માટે પણ માન રાખીએ.

- મહેન્દ્ર શર્મા ..8 એપ્રિલ 2020

Gujarati Motivational by Mahendra Sharma : 111390215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now