આ દુનિયામાં ઘણું બધું બિનશરતી હોય છે,
મમ્મીનું વહાલ,પપ્પાનો સાથ, ભાઈ-બહેનો પ્રેમ, મિત્રો સાથેની ભાઈબંધી,ક્રિકેટનુ મેદાન, શિક્ષકોની સલાહ અને તેમનું વહાલ,
સૂરજનું ઊગવું, સાંજનું પડવું, પાનખર પછી વસંત ઋતુનું આગમન,ઉનાળા પછી વરસાદનું આવવું,ભર ચોમાસે મિત્રો સાથે પલળવા નીકળવું,
પહેલીવાર પ્રેમમાં પડવું,પ્રેમિકાનો પહેલો સ્પર્શ,પહેલી નોકરી,પહેલો પગાર,પહેલું પ્રમોશન,
પહેલું બાળક,એ બાળકનો ચહેરો,એનો સ્પર્શ,એ બાળકના મોઢેથી પહેલીવાર નીકળેલું મમ્મી કે પપ્પા,
અને આવી કેટલીય આનંદની ક્ષણો જે જિંદગીમાં તમારી રાહ જોઈને બેઠી છે,
અને આ બધી ક્ષણો કોઈ પણ શરતોને આધીન નથી,
જિંદગીમાં સુખ કે આનંદ ફુદરડી કે ઐસ્ટરિસ્ક લઈને આવતું નથી,
જ્યારે જિંદગી તમને સુખ, આનંદ,હર્ષ Offer કરતી હોય છે ત્યારે તમારી Marksheet નથી જોતી હતી,
ઉપર રહેલી એક પણ વસ્તુ તમારી Marksheet કે Rank જોઈને આવતી નથી,
ઉપર રહેલી એક પણ ક્ષણને તમારી પરિક્ષા કે પરિણામને દૂર દૂર સુધી કોઈ નિસ્બત નથી,
અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સમજવાની જરૂર છે કે ઉપર રહેલી ઘટનાઓ જ જીવન બનાવતી હોય છે!
~ Dr Nimit Oza
#વસંત