જો તમને એ રૂટિન કામ માં પણ
અરુચિ લાગતી હોય
જો તમને ભોજન સમયે પણ
કોઈ સ્વાદ ન આવતો હોય
જો બગીચામાં રહેલા ફૂલો પણ
તમને સુગંધી ન લાગતા હોય
જો યોગ્ય કપડા પહેરવાનો પણ
તમને શોખ ન થતો હોય
જો કોઈ પુસ્તક વાંચવાની
પણ ઈચ્છા થતી ન હોય
તો સમજવું કે તમે તમારા
થી જ વિમુખ થઇ રહ્યા છો...