"ભગવાન ક્યાંથી હોય ?"
વસ્ત્રો થઈ ગયા ટૂંકા , લાજ ક્યાંથી હોય ?
ફૂલો થઈ ગયા પાસ્ટીકના , સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થઈ ગયા મેકઅપના , રૂપ ક્યાંથી હોય ?
ભોજન થઈ ગયા હોટલના , તંદુરસ્તી ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થઈ ગયા કેબલના , સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયા પૈસાના , દયા ક્યાંથી હોય ?
ધંધા થઈ ગયા હરિફાઈના , બરકત ક્યાંથી હોય ?
ભક્તો થઈ ગયા સ્વાર્થના , ભગવાન ક્યાંથી હોય ?