મુજથી મારુ સન્માન જળવાય તો બહુ છે,
આ લાગણી ભર્યું ભાથું સચવાય તો બહુ છે.
નથી હવે કોઈ ખાતરી પુરવાર કરવી છે મારે,
મેં જેને જે આપ્યું દિલથી સમજાય તો બહુ છે.
મસ્તી મજાક તણો વહેવાર છે ભાવ ભીનો,
કોઈ આંખે આવ્યું આંસુ ભૂંસાય તો બહુ છે.
મેં ક્યાં કોઈ દિલ દુભાવ્યું ધરાર સંબંધમાં,
છતાં રાખી આશા વિશ્વાસ બંધાય તો બહુ છે.
આવે તો સૌ ભલા ન આવે તો ભાગ્ય મારા,
એકાંત અંતર મનથી જીવાય તો બહુ છે.
dp,"પ્રતીક"