આંખમાં એક દરિયો છુપાયો હતો,
પણ શિશુ જેવો નિર્દોષ ચેહરો હતો;
છોકરી મારી સામે જે બેઠી હતી,
ખૂબ અઘરી હતી, સાવ સેહલી હતી.
મીઠી મુંઝવણ હતી હોઠ ચૂપ હતા,
જો હતો તો હતો મૌન નો આશરો
એણે જ્યારે કહ્યું "હું તને ચાહું છું",
જિંદગી એક પળમાં ઉકેલી હતી.
જોત જોતામાં એ રિસાઈ ગઈ,
પણ દૂરના જઈ શકી એ મારાથી
મોઢું ફેરવી લીધું છણકો કરી
પીઠથી પીઠ તો પણ અડેલી હતી..