મૃગજળ સમા બની ગયા છે લાગણી ના સંબંધ.
શોધું છું લાગણીશીલતા વાળો મળે જો સંબંધ.
હર એક સગપણ માં લાગણી મળે તે જરૂરી નથી,
લાગણીશીલ હોય કોઈના માટે ને ના હોય સંબંધ!
ત્રાજવે તોલી ને સંબંધો જળવાય છે આજકાલ,
મતલબ મુજબ મળે લાગણીશીલતા ના સંબંધ.
બહુ લાગણીશીલ બનવું ઘાતક છે અહીં અનિલ,
સરળ લાગતા રસ્તા પર ઠોકર આપે બધા સંબંધ.
#લાગણીશીલ