લાગણી નો તંતુ ધરા થી જ્યાં જોડાયેલા હોય, તે તરું નભને આંબતા હોય,
નીર ની નદીઓ ભલે ને વહેતી હોય, કોઈ લાગણી ની બે બુંદો માટે તરસતું હોય,
અપેક્ષાઓ પંખી ની જેમ ભલે ઉડતી હોય, લાગણીનું પિંજરું મળે તો પુરાતી હોય,
ઘા ભલે ને વેદના આપે , લાગણી નાં મલમ રાહત આપતા હોય