ઉનાળાની સુંદર રચના,,
હુંફાળા પાલવથી મુખ ઢાકજે,
આવ્યો છે ઉનાળો લુ લાગશે.
ચારેકોર ઝાંઝવાં ઝળહળશે,
મૃર્ગલા પાણી સમજી ભાગશે.
વૃક્ષો પાંદડાની શોભા ઉતારછે,
પંખીઓ આશરો ક્યાં માંગશે.
ધરતી સુકી વેરાન બની જાછે,
ને ભીતર રહેલા જીવો જાગશે
સુર્ય તપવામા કસર નઈ છોડે,
આમ રૂપાળા ચહેરા ઓ દાઝશે.