અંકજ્યોતિષ એપ્રિલ: કોરોનાના કહેર વચ્ચે તમારો આ મહિનો આંકડા પ્રમાણે આવો રહેશે
અંકજ્યોતિષ અનુસાર એપ્રિલનો મહિનો થોડો મુશ્કેલી ભરેલો રહેશે. ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે. શુક્ર, ગુરૂ અને શનિની સ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે. આ તમામની અસર તમારા મૂળાંક પર જરૂરથી થવાની. કેવો વિતશે એપ્રિલ માસ જાણીએ તમારા મૂળાંકના આધારે.
અંક 1 નિર્ણય લેવામાં સમજદારી રાખો
આ મહિને તમારા માટે આકસ્મિક સ્થિતિ સર્જાશે. જેના કારણે નિર્ણય લેવામાં થાપ ખાઇ જશો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા જરૂરથી વિચારજો.
અંક 2 બગડેલા કામ સુધરશે
સમજી વિચારીને કામ કરશો તો મુશ્કેલી નહી આવે. બૌદ્ધિક ક્ષમતા સાબિત કરવાનો અવસર મળશે. મનને શાંત રાખવુ.
અંક 3 કોઈ પર ભરોસો ન કરશો
સાહિત્ય, પત્રકાર તેમજ કાયદા સાથે જોડાયેલ લોકો માટે આ મહિનો ખાસ રહેશે. કોઈ જુના મિત્ર કે પરિચીત સાથે અચાનક મુલાકાત થશે. આર્થિક મામલે કોઈ પર ભરોસો ન કરશો.
અંક 4 પરિવાર સાથે ઘરમાં રહો
તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. મિત્રો સાથે તકરારથી દૂર જ રહો. માનસિક શાંતિ જરૂરી. મનને શાંત રાખવા પરિવાર સાથે રહો.
અંક 5 સફળતા પ્રાપ્ત થશે
અટકેલા કામ થઈ જશે. થોડા સંઘર્ષ પછી સફળતા પ્રાપ્ત કરી શકશો.
અંક 6 પ્રમોશન થવાની શક્યતા
સકારાત્મક ઉર્જા આખો મહિનો અનુભવી શકશો. કાર્યને ઉર્જાથી પુરૂ કરી શકશો. 15 દિવસમાં ચિંતામાંથી મુક્ત થશો.
અંક 7 સતર્ક રહો સ્વસ્થ રહો
નોકરીયાત વર્ગને ફાયદો થશે. ભવિષ્યની યોજનાને પાર પાડી શકશો. સમાજમાં સ્થાન પ્રાપ્ત કરી શકશો.
અંક 8 સફળતા પ્રાપ્ત થશે
જીવનમાં ક્યારના જેની રાહ જોતા હતા તે સમય આવી ગયો. સફળતા પ્રાપ્ત કરી શકશો.
અંક 9 દિલને બદલે દિમાગથી કામ લો
ભાવનાત્મક નિર્ણય અને આવેશથી દૂર રહો. મહાકાળી મંદિરમાં નાળિયેરનો પ્રસાદ ધરાવો.