"કોરોના વાયરસ"
ચર્ચા છે ચારેકોર ,જરા ધ્યાન રાખજો.
કોરોના બન્યો છે ચોર , જરા ધ્યાન રાખજો.
ફફડે છે સમગ્ર , વિશ્વના મહાનગરો ,
છે વાયરસ નો દોર , જરા ધ્યાન રાખજો.
રઘવાયા થય ફરે છે , બધા ભારતીય જન ,
જાણો છો નિયમો તોય , જરા ધ્યાન તો રાખજો.
જે દેખાવમાં લાગે સરળ , તાવ-શરદી છે એના લક્ષણ ,
કોરોનાનો ચેપ લાગી ન જાય , જરા ધ્યાન રાખજો.
કોરોના નથી જેવો તેવો , છે મોત સાથે ભેટાવનારો ,
છે ચેપી , ઝેરી અને ચીની , જરા ધ્યાન રાખજો.
લોકો કહે છે ચીનની બનાવટ ગુણવત્તાહીન હોય ,
પણ આ છે રોગ એટલે કહું છું ,જરા ધ્યાન રાખજો.
ચેતી જાવ ચેતવે છે , સરકાર આખા રાષ્ટ્રને ,
થાય નહીં કોરોના એટલે , જરા ધ્યાન રાખજો.
ચર્ચા છે ચારેકોર "દિનેશ" , જરા ધ્યાન રાખજો.
"જય હિંદ ,જય ભારત"
#Quality