* આજે 1 એપ્રિલ છે....*
ખોટું તો ખોટું કહીં દે કે તને હું પસંદ છું,
તારી આ ખોટી વાત પણ મને પસંદ છે.
આજે 1 એપ્રિલ છે....
નારાજગી કેટલીય કેમ ન હોય તને મારાથી
હમરાજ તો હું જ છું તારી કહીં દે પ્યારથી
આજે 1 એપ્રિલ છે....
કાગળમાં ગમે તેટલું તું લખીયા કર ભારી
કહીં દે ફક્ત એક હું જ છું હવે કલમ તારી
આજે 1 એપ્રિલ છે....
આંખોથી આંખોમાં વાતો કહી હતી સારી
કહીં દે હજું પણ શોધે છે મને આંખો તારી
આજે 1 એપ્રિલ છે....
ડી.પી સ્ટેટ્સમાં જોતા હતાં ફોટા છાનામાના
ખોટું કહીં દે મળવું છે હવે તારે મને છાનામાના
આજે 1 એપ્રિલ છે.....
ચાલ પોતાની જાતે જ એપ્રિલફૂલ બનીએ
અધૂરી ઈચ્છા પૂરી થઈ એવું માની લઈએ
આજે 1 એપ્રિલ છે....
સોનલ.✍