"સવાલ કરે"
ઘણાં કરે સવાલ કે , આ જીંદગી પછી શું છે ?
હું પુંછું છું કે કહો ,આ દિવાનગી પછી શું છે ?
ફરે સદા પતંગિયું ફુલો ઉપર લળી લળી ,
બળે પછી ખબર પડે , પસંદગી પછી શું છે ?
ભલે ને છાનું કેટલું , બધાય રાખતા હશે .
કયામતે થશે હિસાબ , ખાનગી પછી શું છે ?
#Question