Gujarati Quote in Microfiction by G....

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સતત પાંચ દિવસ થયાં. ખૂબજ નજીક થી જોયું છે ઘરને.

નજીવા પૈસા ની દોડ માં ભૂલી જ ગયાં હતાં કે આપણે સાંજ થાય ને જે જગ્યાએ મળીએ છીએ અને રાતવાસો કરીએ છીએ એને ઘર કહેવાય છે ! દુનિયા નો છેડો એટલે ઘર. પણ હવે તો લાગે છે કે આ છેડા માં જ આખી દુનિયા છે. ઘર પાસે ઘણુંબધું છે એમ કહું કે બધું જ છે. ઘર પાસે કલરવ છે, ઘર પાસે આરામ છે , ઘર પાસે હાસ્ય છે , ઘર પાસે રુદન છે, ઘર પાસે શ્ર્વાસ છે ,વિશ્ર્વાસ છે. ઘર નું બ્લડ ગૃપ શાંતિ છે. ઘર આલિશાન છે, ઘર મંદિર છે. ઘર એ દુનિયાએ આપેલાં ઘાવ ને સાજા કરવાનો મલમ છે.ઘર એ જીવન માં લાગતાં દરેક થાક ને ઉતારવાનું સરનામું છે. ઘર એ શિવાલય થી વધુ જીવાલય છે...

*પુરુષ એ ઘરની છાતી છે અને સ્ત્રી એ છાતી માં ધબકતું હ્રદય* . ઘરમાં સ્ત્રી છે એટલે ઘરને હ્રદય છે. બાળકો અને વડીલો ઘરનાં ઘબકાર છે. બાળક અને વડીલ વિનાં નાં ઘર માં ધબકારા વિનાં નું હ્રદય અને હ્રદય વિનાં ની છાતી જેવાં મળતી હોય છે.ઘર એ ગાય છે. એ હંમેશાં ઓકિસજન જ લે છે અને ઓકિસજન જ છોડે પણ છે. ઘર અને હોસ્પિટલમાં ફર્ક જ એટલો છે કે હોસ્પિટલમાં ઉછીના શ્ર્વાસ લેવાતાં હોય છે જયારે ઘરમાં પોતાના શ્ર્વાસ. ઘર માં બિલ નથી ઘર માં દિલ છે.

થોડી ઈંટો ને સિમેન્ટ અને સળીયા નું બંધારણ આપી ચાર દિવાલ ઉભી કરી દેવામાં આવે એટલે એને ઘરનો દરજ્જો નથી મળતો. ચાર દિવાલ થી તો માત્ર મકાન બને છે. પરંતુ જયારે આ ચાર દિવાલ ની વચ્ચે ચાર જણા એકબીજા સાથે આદર, પ્રેમ અને સ્નેહ થી રહેવાનું ચાલુ કરે ત્યારે આ મકાન ને 'ઘર' નો દરજ્જો મળે છે.

આપણું જીવન ઝડપી થઈ ગયું છે અને જિંદગી એકદમ ધીમી. નવાઈની વાત તો એ છે કે આપણે શાંતિ અને આરામ થી જીવવા માટે સગવડ યુક્ત ઘર બનાવીએ છીએ. અને પરિણામ એ આવે છે કે સગવડ ઊભી કરવામાં જ આખું જીવન પુરું થઈ જાય છે ! એટલુ બધું દોડીએ છીએ કે છેલ્લા શ્ર્વાસ પણ ઘર માં નથી છોડી શકતાં ! ચાલો આપણે એ ભૂલ ન કરીએ.જેવું હોય એવું ઘરમાં જીવી લઈએ.

ઈશ્વર નો આભાર માનવો રહયો કે એની કૃપાથી કાંઈ નહીં તો એક કહી શકાય એવું સરનામું તો છે આપણી પાસે. બાકી ઘણાં ની આખી જિંદગી ફૂટપાથ અને રેલ્વે સ્ટેશન કે રસ્તા ની કોર ઉપર જ પૂરી થઈ જાય છે. યાદ રહે આપણે ઘરમાં પુરાયા નથી પણ ઘરને ઉજવી લેવાની તક મળી છે.

*તો ઉજવી લો* *આપણાં અસ્તિત્વ નાં સરનામા ને... સૌ ને 'ઘર મુબારક...'*

Gujarati Microfiction by G.... : 111381124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now