સાંભળો જરૂર પણ આંખ અંધ કરી દો,
દિલને શબ્દથી કામ છે દિમાગ બંધ કરી દો.
અહીં કામ નથી લોભ,ઈર્ષા,ને ક્રોધ જેવાનું,
મેળો છે પ્રેમનો ભેગો પ્રેમીયોનો સંઘ કરી દો.
આસાન નથી કોઈને પાંજરે પુરી દેવું ભાઈ,
પ્રથમ પહેલા શિકારી તણો ઢંગ કરી દો....
છે ચતુર શક્ષીયત જેવો જાલીમ જમાનો,
કોઈ માપે નહીં સ્વભાવ દૂર રંધ કરી દો...
ઉતરી જ ગયા છો ઈશ્ક જંગ એ મેદાન,
માનો જીત છે પાક્કી શરૂ જંગ કરી દો.
ડર,દયા,લાગણી,આંસુ,બધું માયા'પ્રતીક'
સાથી ફરે નહીં એથી દિલમાં બંધ કરી દો.
Dp,"પ્રતીક"