*નાટક*
જીંદગી ક્યારેય જીવંતતાથી તો જીવાતી જ નથી.
એમા ય મોટા ભાગના લોકો હંમેશા પોતાના કિરદારને અસલી બતાડવાનું
નાટક જ કરતા હોય છે....!
મોટા ભડના દિકરાઓને પણ અંદરથી તો બધું પોલમપોલ ને લોલમલોલ જ હોયછે,
પરાણે તમાચો મારી પોતાનો ગાલ લાલ રાખવો પડતો હોય છે.ઘ્રૃણા,વૈમનસ્ય,
નફરત, ને છલનાને અનુક્રમે પોતાના જોરદાર નાટકથી,આબાદ રીતે પ્રેમ,ભાઈચારો,માન ને સચ્ચાઈમાં ફેરવતા આવડતું હોય છે.
*દાંત ચાવવાવા જુદા ને દેખાડવાના જુદા*....!
આ ચાલાકી રીયલ લાઈફમાં જીંદગીના તખ્તા પર ભજવતાં આવડી ગઈ તો તમે આ કળીયુગમા સરળતાથી સફળ થઈ શકો,
*અભી બોલા* , *અભી ફોક*....!
આ નાટકની કલામાં હથોટી બેસી ગઈ તો , તો તમે તમારો પડદો પડતા પહેલા ઘણા એવોર્ડ જીતી શકો...!
બાકી ઉપર ગયા પછી તમારૂ પાત્ર નાટકને કેટલું અનુરૂપ હતુ....?! એનો હિસાબ કિતાબ તો
ચિત્રગુપ્તના ચોપડે નોંધાયો એજ પ્રમાણે ચાલે...!
ત્યાં કોઈ નાટક કે છલનાને સ્થાન જ નથી.
*જૈસી કરની ,વૈસી ભરની* ....!
*ઈશ્વરની ઘંટી ધીમુ દળે પણ બારીક દળે* ....!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*