ગોરલ:- ઉભા રહો જુવાન લ્યો આ પ્રસાદ.
રાજ:-પ્રસાદ? લાગે સારો જુવાન મળે એના વ્રત કરતા લાગો છો.
ગોરલ:- તમારા જેવો જુવાન મળે તો ભવ આખો સુધરી જાય.
રાજ:- આવા અભરખા ન હોય તમે ખોટા જીદે ભરાવમાં.
ગોરલ:-તમે મારો જીવ બચાવ્યો ત્યારથી હું તમને ભરથાર માની બેઠી છું.
રાજ:-બે ઘડીના અકસ્માતમાં ભવ આખો કૂવે ન ઉતારાઈ ગોરલ,મારો મારગ મેલો.
ગોરલ:-હવે આ ડગ ચાલશે તો તમારી પરછાઈના સથવારે જુવાન.
રાજ:-ગોરલ ગોરલ જીદ્દે ભરાસો તો જીવ દુભાશે.
ગોરલ:-જીવ દુભાઈ કે શ્વાસ છૂટે પ્રેમ મળે કે ન મળે છેલ્લા શ્વાસ તમારી સામે જ છૂટશે મારુ વચન છે.
રાજ:-ભારે માથાના છો,ગાયું ના પોદરા ઉપડશો? તો હાલો અટાણે જ ફેરા ફરી લઇ.
ગોરલ:- સારું જુવાન જાવ તમે,મારે પાર્લર જવાનો સમય થઇ ગયો.
😂😆😂😆😂😂😆😆😂😂😆😂😆😆