વહેતી હવાનો કોઇ પક્ષ નથી હોતો
સરતી સરિતાનો કોઇ પક્ષ નથી હોતો
સુર્ય-ચંદ્ર-તારાનો કોઇ પક્ષ નથી હોતો
સાગર અને પહાડોનો કોઇ પક્ષ નથી હોતો
અરે ! કુદરતનો પણ કોઇ પક્ષ નથી હોતો
માત્ર આપણે પક્ષાપક્ષીમાં ફસાયા
તેથી જ કોરોનાથી ઘેરાયા
-----અર્જુનસિંહ .કે
રાઉલજી.
#પક્ષ