પક્ષ
પક્ષપાતનો અર્થ છે કે તમે કોઈનો પક્ષ લેતી વખતે કોઈના પક્ષને નુકશાન પહોંચાડી રહયા છો જે સત્યના પક્ષે હોય છે... આમ પક્ષનો દુરુપયોગ તે પક્ષની હત્યા બરોબર હોવાથી તેને પક્ષપાત કહેવાય છે. પક્ષ સત્યનો જ લેવાય મહાભારતના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણ ભગવાને પાંડવોના પક્ષે સત્ય હતું માટે તેના પક્ષે રહયા તેમાં કૌરવપક્ષે કોઈના પ્રત્યે તેને રોષ નહોતો... આમ પક્ષ લેતી વખતે સત્યના પક્ષે રહેવું જરૂરી છે તે સાથે સામે પક્ષે કોઈપણ જાતનો પૂર્વગ્રહ ના રહેવો જોઈએ આમ તથસ્થ જે રહી શકે તેજ પક્ષાપક્ષી માં ઉભા રહી શકે જે વહેલું કે મોડું સૌને સ્વીકાર્ય હોય છે. સત્યના પક્ષે ઉભા રહેવું તે નૈતિકતા છે અને પક્ષપાત કરવો તે અનૈતિક છે