*જાવ છું*
કહુ છું કોલેજને હું જાવ છું
અનુભવોની યાદી આપતો જાવ છું
બેઠા હતા જે બેન્ચ પર
ત્યાં નિશાની મુકતો જાવ છું
કોલેજના એ રંગીલા મેદાનમાં
એક સ્મરણ મુકતો જાવ છું
લાઇબ્રેરીના એ પુસ્તકોમાંથી
એક શીખ લઈને જાવ છું
ગુરૂજનોનાના જ્ઞાનની જ્યોતને
હવે પ્રગટાવવા જાવ છું
ક્લાસરૂમના થોડા સ્મરણો
સાથે લઈને જાવ છું
મોજીલા મિત્રોની મજાને
હું યાદ કરતો જાવ છું
ક્યારે મળીશું ફરી પાછા
એ વિચાર કરતો જાવ છું
પાડી હતી મિત્રો સાથે જ્યાં સેલ્ફી
એ સેલ્ફીપોઇન્ટ છોડીને જાવ છું
ભર્યા છે મે બધા લેકચર
એવું ખોટું બોલતો જાવ છું
બન્ક કરેલા લેક્ચરોની મજા
સ્મરણમાં લઈને જાવ છું
કોલેજમાં થયેલા એ પ્રોગ્રામોમાં
મારી ભૂમિકા નિભાવતો જાવ છું
ચાહું છું જીવવા ફરી એ ક્ષણોને
પણ જીવનનું બીજું પગથિયું ચડવા જાવ છું
વિત્યા આ ત્રણ વર્ષ જે મોજમાં
તેની ખોજ માં હવે હું જાવ છું
આવ્યા 'તા સૌ અજાણ થઈને
એક ઓળખ બનાવીને જાવ છું
ન હતા કોઈ મિત્ર પહેલા દિવસે
જિંદગી ભરની દોસ્તી હવે સાથે લઈને જાવ છું
છેલ્લે તો, બસ હવે જવાનું!!
એ નિસાસો નાખતો જાવ છું..
📝NIVYA KOTHARI📝