હવે ૨૧ દિવસના અંતરાલ ને સમજો. રેકી ના ગુરુએ પણ ૨૧ દિવસનો ઉપયોગ કર્યો હતો. આ પ્રકૃતિના ઉપવાસ છે. ઠંડા મગજથી વિચારો , કે ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાય બધું જ બંધ હોય તો પ્રકૃતિ કેટલી બધી ચોખ્ખી આખા દેશમાં થઈ જશે. તેવા સંજોગોમાં કોઈ ચેપ નહિ ફેલાય. જ્યોતિષ ની દ્રષ્ટિએ 15 એપ્રિલ થી સૂર્ય મેષ માં પ્રવેશ કરશે. નવું વર્ષ નિર્યન જ્યોતિષ મુજબ શરૂ થશે. હાલ સૂર્ય મીન રાશિ જે જલતત્ત્વ ની છે, તેમાં ફરી રહ્યો છે.જળ તત્ત્વ ચેપ ફેલાવી શકે. 15 એપ્રિલ થી સૂર્ય અગ્નિ તત્ત્વ ની રાશિમાં પ્રવેશ કરશે. આખી ઘટના ને 21 દિવસના પ્રકૃતિના ઉપવાસ સમજો. ગ્રહો ના ચક્ર ને સમજો. કુદરત પોતાની જાતને સમતોલ કરવા કૈં પણ કરી શકે છે.વસ્તી ઘટાડી શકે છે.તેના બદલે પ્રકૃતિ ને સહયોગ કરો. પ્રતિક્રિયા ન કરો. Nervous ન થાઓ.કોઈ નિરાશા કે હતાશા નથી. આપણે વ્યક્તિગત રીતે પણ જો મોટી બીમારી માં ફસાઈએ તો આટલો આરામ લેવો જ પડે છે.સમજો , પ્રકૃતિ બીમાર છે...તેને આરામ કરવામાં સહયોગ કરો. શ્રી મોદીજીએ બહુ સૂઝબૂઝ થી આ કામ કર્યું છે.
#સરકાર નાં આદેશ નું પાલન કરો
© ફાલ્ગુની શાહ