શનિ અને રાહુના પ્રભાવને કારણે થતી મુશ્કેલીઓ થશે દૂર, રોટલીથી કરો આ ઉપાય
સનાતન સંસ્કૃતિમાં ગાયને પહેલી રોટલી આપવાની પરંપરા છે. આવુ કરવું શુભ માનવામાં આવે છે અને શુભ ફળ પ્રાપ્તિ માટે આ વિશેષ ઉપાય પણ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીથીજ જોડાયેલી તમામ ગ્રહોના દોષોને દૂર કરવા માટે રોટલીથી જોડાયેલા ઉપાય જણાવવામાં આવ્યા છે. તો આવો જાણીએ જ્યોતિષીય ઉપાય કેવી રીતે વ્યક્તિની કિસ્મત બદલવા માટે મદદરૂપ સાબિત થાય છે.
દિવસની પહેલી રોટલીનો ઉપાય
ઘરની રસોઈમા પહેલી રોટલી શેકીને તેમા શુદ્ધ ઘી લગાવીને ચાર ટૂકડા કરી લો અને ચારેય ટુકડાને ખીર અથવા ખાંડ કે ગોળ રાખો. તેમાથી એક ટૂકડો ગાય, બીજો કૂતરાને , ત્રીજો કાગડાને અને ચોથો કોઇ ભિક્ષુકને આપી દો આ ઉપાય હેઠળ ગાયને રોટલી આપરવાથી પિતૃદોષ દૂર થાય છે. કૂતરામને રોટલી ખવડાવવાથી શત્રુભય દૂર થાય છે. કાગડાને રોટલી ખવડાવવાથી પિતૃદોષ અને કાર્લ સર્પ દૂર થશે, તેમજ છેલ્લી રોટલી કોઇ ગરીબ કે ભૂખ્યાને આપવાથી આર્થિક કષ્ટ દૂર થશે બગડેલા કામ પણ સારા થશે.
રાતની છેલ્લી રોટલીનો ઉપાય
જો તમે જીવનમાં શનિને કારણે તેમજ રાહુ કેતુના કારણે અટકેલા કામ માટે રોટલી રામબાણ ઉપાય છે. આ દરેક ગ્રહની અશુભતાને દૂર કરવા માટે રાતના સમયે બનાવવામાં આવેલી છેલ્લી રોટલી પર સરસિયુ લગાવીને કાળા કૂતરાને ખાવા માટે આપો, જો કાળુ કૂતરુ ન મળે તો અન્ય કૂતરાને આપીને આ ઉપાય કરી શકો છો.
આ લોકોને ખાસ આપો રોટલી
આપણા અતિથિ દેવતાને સમાન માનવામાં આવ્યા છે. જો કોઇ નિર્ધન કે ભિક્ષુક તમારા ઘરે આવે તો તેને ભોજન કરાવવાનો પ્રયાસ કરો. તે સિવાય તમે તેને રોટલી જરૂરથી આપો.
આ ઉપાયથી દૂર થશે રાહુથી પડતી મુશ્કેલીઓ
જો તમામ પ્રયાસો કરવા છતા સફળતા નથી મળી રહી તો તમે રોટલીના ઉપાયને વરદાનરૂપ માની શકો છો. કામમાં આવી રહેલા વિધ્નોને દબર કરવા માટે રોટલી અને ખાંડને મિક્સ કરીને નાના ટૂકડા કરીને કીડીઓને આપો, તેના દર પાસે મૂકો. આ ઉપાયથી દરેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે.
ઘરની સુખ શાંતિ માટે
જો તમારા ઘરમાં કોઇની નજર લાગી ગઇ છે કે પછી પરિવારના સદસ્યોમાં લડાઇ ઝઘડા થતા રહે છે તો તમે રોટલીથી જોડાયેલા ચમત્કારી ઉપાય જરૂર અપનાવી શકો છો. બપોરના સમયે જ્યારે તમે તમારી રસોઇમાં પહેલી રોટલી શેકો તો તેને ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે જરૂરથી નીકાળી લો. અને તેને ભોજન કરતા પહેલા ગાય અને કૂતરાને આપો, જો સંભવ ના હોય તો પછી પણ આપી શકો છો.