Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણો, શા માટે અશુભ માનવામાં આવે છે દક્ષિણ દિશા

ઘરના વડીલોને હંમેશા એવું કહેતા સાંભળ્યા હશે કે દક્ષિણ દિશામાં ન ઉંઘવું જોઈએ. હકીકતમાં વડીલોની આ વાત પાછળનું કારણ છે વાસ્તુશાસ્ત્રની માન્યતા. વાસ્તુ વિજ્ઞાનમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ વિજ્ઞાનમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણની તરફ પગ રાખીને ઉંઘવાથી અને મોઢું રાખીને બેસવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

જાણો કેમ વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને અશુભ કહેવામાં આવી છેથઈ શકે છે
આ રોગ :

વાસ્તુશાસ્ત્રમાં તેની પાછળનું તર્ક છે કે પૃથ્વી ગુરુત્વાકર્ષણના બળ પર ટકેલી છે. તે પોતાની ધરી પર સતત ફરતી રહે છે. તેની ધરીના ઉત્તર-દક્ષિણ દિશામાં બે અંત છે. તે ચુંબકિય ક્ષેત્ર હોય છે. એટલા માટે વ્યક્તિએ ક્યારે દક્ષિણ દિશામાં પગ રાખીને ન ઉંઘવું જોઈએ. તેની ધરીનાં ચુંબકિય પ્રભાવને લીધે રક્તપ્રવાહ પ્રભાવિત થાય છે. તેનાથી હાથ-પગમાં દુઃખાવો, કમરનો દુઃખાવો તેમજ શરીરમાં ધ્રુજારી જેવી બીમારી થઈ શકે છે.

દક્ષિણ દિશામાં પગ રાખીને ઉંઘવાથી આવે છે આવું પરિણામ :

એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં ઉંઘવાથી ફેફસાંની બીમારી થાય છે. એટલા માટે મૃત્યુ પછી મનુષ્યના પગ દક્ષિણ દિશાની તરફ રાખવામાં આવે છે. યમરાજને આ દિશાનો સ્વામી માનવામાં આવે છે. આ દિશાની તરફ પગ રાખીને ઉંઘવાથી આયુષ્ય ઓછુ થાય છે તેવી પણ માન્યતા છે.

ઘર અને તિજોરીનો દરવાજો :

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરનો મુખ્ય દરવાજો ક્યારે પણ દક્ષિણ દિશાની તરફ ન રાખવો જોઈએ. સાથે તિજોરીનો દરવાજો પણ દક્ષિણ દિશામાં ન ખોલવો જોઈએ. જો તમારી તિજોરી આ દિશામાં હોય તો બરકત અને લાભ માટે દિશા બદલી નાખવી.

દક્ષિણ દિશામાં ન લગાવવી ઘડિયાળ :

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘડિયાળને ક્યારે પણ દક્ષિણની દિશામાં ન લગાવવી જોઈએ. દક્ષિણ યમરાજની દિશા છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર, યમને મૃત્યુના દેવતા માનવામાં આવે છે. હંમેશા ઘડિયાળને ઉત્તર-પૂર્વની તરફ રાખવી જોઈએ.

દક્ષિણની દિશામાં ન રાખવું શૌચાલય :

શૌચાલયમાં સીટ એ પ્રકારે રાખવી જોઈએ કે શૌચ કરતી વખતે મોઢું ઉત્તર અથવા દક્ષિણની દિશા તરફ હોય અને દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111372927
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now