વિશ્વ એક કવિતા
આ વિશ્વ એક કવિતા
એક મજાનું ગાણું.....
ઇશ્વરેચ્છા એવી એને
ખુબ માણું......
વિશ્વ એક કવિતા
જેમાં ઘણી વિધિ ની વક્રતા
નથી કોઈ જાણીતા
છતાં પડકાર ઝીલવાની છે અગ્રતા
રચયિતા છે એક
તેના સર્જન અનેક....
તેમાં કરી છેડ
એટલે જ તો ....
લેખ માં લાગ્યો મેખ.....
હવે જો થશું નહીં જો એક
મટી જશું છેક....
આ વિશ્વ એક કવિતા
એક મજાનું ગાણું.....
ઇશ્વરેચ્છા એવી એને
ખુબ માણું......
દિપા જોશી
વડોદરા