Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી કવિતા અને લેખો સરકાર વિરુદ્ધ રહ્યા છે..

પણ જ્યારે પ્રથમ રાષ્ટ્રની વાત આવે ત્યારે સરકારનું સમર્થન કરું છું...

22 તારીખની ટાર્ગેટ કરી જોક્સ બનાવવા યોગ્ય નથી લાગતા મને...

યુરોપિયન દેશો અત્યારે તબાહ થઈ રહ્યા છે ત્યારે ભારતમાં ખૂબ ઓછી અસર જોવા મળી રહી છે. પોતાને મહાસત્તા કહેતા દેશો ઓસીયાળા થઈ ગયા છે ત્યારે ભારતની સરકારે જે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. એ કોઈ જોક્સ નથી...

22 માર્ચના રોજ જનતા જો ખુદને બહાર જતા નહિ રોકી શકે તો મારા વિચારો એવું કહે છે કે સોમવાર એટલે 23 માર્ચના રોજ સરકાર કડક પગલાં લાવી પ્રજાને બહાર જતી રોકી શકે છે...

આ પ્રજાનો સોસીયલ મીડિયા લખાણ અને વર્તન જોઈ પ્લાસીના પહેલા યુદ્ધમાં મીર ઝાફરની મદદથી ભારત પર કબ્જો કરનાર રોબર્ટ ક્લાઈટની ડાયરીના પન્ના યાદ આવે છે એ અંગ્રેજે લખ્યું હતું કે, "જ્યારે બંગાળના નવાબ અને એના અઢાર હજાર સૈન્યનું બંગાળની બજારમાં સરઘસ કાઢ્યું ત્યારે તમામ ભારતવાસી તાલિયો પાડી રહ્યા હતા, કાસ એક માણસે જો પથ્થર ફેંક્યો હોત તો ભારત ક્યારેય ગુલામ ન થયો હોત."

આપણને કોઈપણ બાબતમાં જોક્સ બનાવતા જ આવડે છે. સ્થિતિને ઓળખતા કદાચ નથી આવડતું. સરહદ પર લડવા જઈ શકીએ એટલું ઝનૂન નથી પણ ઘરમાં તો બેસી જ શકીએ. ફાલતુ જોક્સ અને રમૂજ આ મુદ્દા પર ન થવી જોઈએ. આ દેશ આપણો છે. આપણે જ એનું રક્ષણ કરવાનું છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111368850
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now