ભારતમાં અત્યારે કોરોના વાઇરસ સ્ટેજ 2 માં છે. તકેદારીનાં ભાગરૂપ સરકારેે દેશભરમાં શિક્ષણ સંસ્થાનો,થિએટર, જિમ,મ્યુઝિયમ વગેરેને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શાળાઓમાં રજા પડવાથી જાણેકે ઉનાળુ વેકેશનની રજા પડી હોય તેમ મમ્મીઓ તેમના બાળકોને લઈને પિયર અથવા તો બીજા સંબંધીઓને ત્યાં રજા ગાળવા ઊપડી ગયા છે.આવા ઘણા કિસ્સાઓ મારા ધ્યાનમાં આવ્યા છે.આવા સમયે સગા-સંબંધીઓને મળવાનું ટાળવું જોઈએ..લોકો મુસાફરીને ટાળે અને લોકોનાં સંપર્કમાં ઓછા આવે એટલે જ તો તકેદારીનાં ભાગરૂપે સરકારે આ આદેશ બહાર પાડ્યો છે.
આ રોગે મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે તકેદારીનાં ભાગરૂપે વગર કામે ઘરની બહાર અને મુસાફરી કરવાનું ટાળીએ..બાળકો અને સિનિયર સિટીઝન્સ આ રોગની ચપેટમાં ખૂબ જલ્દી આવી જાય છે. તમારી અને તમારા પરિવારનાં સ્વાસ્થ્યની જવાબદારી સરકારની એકલાની નહિ તમારી પણ છે...જે બધા જ જાગૃત નાગરિકોએ સમજવું અને સમજાવવું ખૂબ જ જરૂરી છે.
-Reshma Kazi