બધું લખતા કોઈ નવી યાદ ગૂંથાય તો લાગે "તું "છો..
ખુલ્લી આંખે સપનું દેખાય તો લાગે "તું "છો..
જયારે એકાંતમાં પણ ભીડ છવાય તો લાગે "તું "છો..
હરપળ બેચેન ધડમાં હૈયું ધબકાય તો લાગે "તું "છો..
ઉભતી વેદના માં ખુશી સર્જાય તો લાગે "તું "છો..
જયારે પ્રેમ શબ્દ લખત
મોઢું મલકાય તો લાગે "તું "છો..
પાપણથી સરકતા આસુંઓમાં
મીઠાશ વર્તાય તો લાગે "તું "છો..