આ રાશિના જાતકો હોય છે ખુબજ જિદ્દી, એક વખત કામ હાથમાં લે કરે પછી જ જંપે
આપણે ત્યાં જ્યારે પણ કોઈ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે ત્યારે રાશિ, કુંડળી અને ગ્રહ નક્ષત્રો જોવામાં આવતા હોય છે અને તે જ ગ્રહ નક્ષત્રો આપણી રાશિ અનુસાર આપણો સ્વભાવ જણાવવામાં પણ સક્ષમ રહે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ બાર રાશિઓનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલો હોય છે.
વ્યક્તિ કેવા સ્વભાવની છે અથવા તો તેનો સ્વભાવ આવો કેમ છે તે સવાલનો જવાબ છે તેની રાશિ. દરેક રાશિ અનુસાર વર્તન કરે છે આજે આપણે સૌથી જિદ્દી સ્વભાવ ધરાવતા લોકોની વાત કરીશું. સૌથી પહેલા આવે છે કર્ક રાશિ.
મેષ રાશિ
મેષ રાશિ પણ જિદ્દી સ્વભાવની ગણવામાં આવે છે. સામાન્ય રીતે મેષ રાશિના જાતકોને પોતાની જિંદગીમાં કોઈ અન્ય વ્યક્તિના હસ્તક્ષેપ પસંદ નથી હોતા. જ્યારે કોઈ વ્યક્તિ તેના જીવનમાં દખલ અંદાજી કરે એટલે કે તેને સૂચનો આપે કે આમ કરો કે આમ ન કરો તો તેમને ખુબ ગુસ્સો આવે છે. મેષ રાશિના જાતકો હંમેશા પોતાનું દિલ અને દિમાગ કહે તે જ કામ કરવાનું પસંદ કરે છે. તેમને પોતાની રીતે સમજી વિચારીને જિંદગીના નિર્ણયો લેવા પસંદ હોય છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકો એટલા જિદ્દી હોય છે કે ઘણી વાર પોતાની વાત ખોટી હોય તો પણ સ્વિકારવા તૈયાર નથી હોતા. કારણ કે આ રાશિના જાતકોને એવું લાગતું હોય છે કે તે જીવનમાં જે પણ કરી રહ્યા છે તે બધું સાચું જ કરી રહ્યા છે. તેઓ ક્યારેય કોઈનું સાંભળતા નથી અને કોઈ તેની જિદ્દને ચેલેન્જ કરે તો તે લડાઈ ઝગડા પર ઉતરી આવે છે. અને આ જ કારણ છે કે ઘણી વાર કર્ક રાશિના જાતકો સાથે એડજસ્ટ કરવું મુશ્કેલ થઇ જાય છે.
કર્ક રાશિના જાતકોને કોઈ પણ વાત વિસ્તારથી સમજાવવાથી પણ કોઈ અસર નથી થતી. કારણ કે તેઓ હંમેશા પોતાનું ધાર્યું જ કરે છે અને તેવા લોકોએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.