Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"યોગ્ય નિર્ણય"
હરી અને આશા બંને ભિન્ન પ્રકૃતિના વ્યક્તિત્વ ધરાવતા હતા . છતાં પ્રથમ મુલાકાત મા જ એકબીજાને પસંદ કરવા લાગે છે . ધીરે ધીરે આ પસંદગી પ્રેમ માં પરિણમે છે.
       બંને એકબીજાને આજીવન સાથે રહેવા ના વચનો આપે છે . પરંતુ નસીબ કંઈક અલગ જ દિશા તરફ દોરી જાય છે બંને ને.
        બંને જ્યાં સુધી પ્રેમ સંબંધ ધરાવતા હતા ત્યારે એકબીજાને મળવા માટે આતુર રહેતા . એકબીજાને ગમતી વસ્તુઓ ભેટ આપવી, એકબીજા સાથે વધુ માં વધુ સમય પસાર કરવા માટે વિચારતા , આયોજન કરતાં .
         વળી એક જ જાતિ ના હોવાથી બંને ના પરિવાર પણ એ સંબંધ થી ખૂશ હતાં . અને આપસી સમંતિ થી બંને ના  લગ્ન થાય છે . થોડા દિવસો ખૂશી થી પસાર થાય છે . પણ હવે આશા ને અહેસાસ થાય છે કે તે જે વ્યક્તિ સાથે પ્રેમ કરતી અને જેની સાથે તેના લગ્ન થયાં છે તે વ્યક્તિ તો એક જ છે પણ તેના વ્યવહાર ભિન્ન છે .
           આશા ખૂબ જ ભાંગી જાય છે . કે આ વ્યક્તિ સાથે આખી જિંદગી પસાર કેમ થાય? જે વ્યક્તિ ને તે પ્રેમ કરતી, જેની સાથે આખી જિંદગી જીવવા માંગતી હતી , એ એક ખિન્ન મનોવિકૃત માણસ છે .
            હવે તે પોતાના સ્વપ્નની દુનિયામાં થી વાસ્તવિકતા ની દુનિયામાં આવી જાય છે અને નક્કી કરે છે કે પોતે હરી થી અલગ થઈ જશે . હવે હિંમત કરી આશા "યોગ્ય નિર્ણય "લે છે, હરી થી છુટાછેડા લેવાનો .
( મનોવિકૃતી ના ઘણા પ્રકાર છે , ખિન્ન મનોવિક઼ૃતી એમાં નો જ એક પ્રકાર છે . )
                 🙏 Thank you all readers🙏

Gujarati Story by Bindu : 111335496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now