જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળી જ વ્યક્તિનું ભાગ્ય નક્કી કરે છે. કુંડળી અને ગ્રહોની સ્થિતિ દરેક વ્યક્તિના જીવનમાં મુખ્ય રોલ અદા કરે છે. શું આપ જાણો છો કે ગ્રહો નબળા હોવાના કારણે તમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે પણ આ વાત સાચી છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના પોતાનાથી મોટાં લોકો સાથે સારો વર્તાવ છે કે તેની અસર પણ તેના ગ્રહો જોવાથી મળે છે. શાસ્ત્રો અનુસાર ખોટાં વ્યવહારની ખોટી અસર અને સારા વ્યવહારની સારી અસર જોવા મળે છે. આથી ઘરના મોટાં વ્યક્તિઓ સાથે સારો વર્તાવ કરવો જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતાનો સંબંધ સૂર્ય સાથે હોય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના પિતાનો આદર અને સન્માન નથી કરતી તેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ હમેશા ખરાબ રહે છે. એને પગલે સંબંધિત વ્યક્તિને અપયશ અને દિલથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જીવનમાં સફળતા ઈચ્છો છો તો પોતાના પિતાથી હમેંશા મીઠાં સંબંધો રાખો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતાનો સંબંધ ચંદ્રમા સાથે હોય છે. આથી જે લોકો પોતાની માતા સાથે સંબંધો બગાડે છે. તેનો ચંદ્રમાં હમેંશા નબળો રહે છે. આવી વ્યક્તિને માનસિક આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જો તમારી સાથે એક પછી એક માનસિક પરિતાપ પેદા કરે તેવી મુશ્કેલ સ્થિતિ આવતી હોય તો માતા પ્રત્યે પ્રમ ભાવ જગાડો અને તેમને સન્માન આપો.
કુંડળીમાં ચંદ્રમાનો શુભ પ્રભાવ આયુષ્ય વધારે છે. ચંદ્રમાની સ્થિતિ ખરાબ હોવાથી પોતાની માતાને ચાંદીની વસ્તુ ભેટ ધરવી જોઈએ.
તમે કોઈ દુર્ઘટનાથી બચવા માંગતા હોય તો પોતાના ભાઈ-બહેન સાથે સંબંધ ન બગાડો..આ સંબંધોનો કારક ગ્રહ મંગળ છે. એવું માનવામાં આવે છે કે મંગળ નબળો હોય તો વ્યક્તિને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે. જીવનમાં આ પ્રકારની ઘટનાઓથી બચવા માટે ભાઈ બહેનની સાથે તમારા સંબંધો ક્યારેય ખરાબ ન કરો. કારણ કે તેમને દુઃખી કરવાથી મંગળ નબળો કે ખરાબ થાય છે. તમે પણ અંદરથી ખુશ નહિં રહી શકો. સંબંધોને મજબૂત બનાવવા માટે ભાઈબહેનને કોઈને કોઈ ભેટ સોગાદો આપતા રહો..
તમે તમારી પત્ની કે પતિને દુઃખ પહોંચાડશો તમારો શુક્ર નબળો થશે. હમેંશા તમારા પાર્ટનરનો આદર કરો. તેના માન-સન્માનની રક્ષા કરો. તેનાથી શુક્ર મજબૂત બનશે. શુક્ર સંબંધિત તકલીફો જોવા નહિં મળે. તેમને માટે કોઈને ભેટ લાવતા રહો કે ક્યાંક ફરવા લઈ જાવ.
સંતાનો અને વહેવારમાં યોગ્ય રહેશો તો બુધ અતિ ખુબ ફળદાયી નિવડશે.
નોકરો સાથે સારો વ્યવહાર કરશો અને માનવીય અભિગમ સાથે વર્તશો તો શનિ સારો બનશે. તેનાથી અનેક લાભ થશે.
જો સમાજમાં સારો વ્યવહાર કરવામાં આવે તો પરિવાર સાથે સારો વહેવાર કરવામાં આવે. માનવીય ગુણો અને સમજદારી યુક્ત વહેવાર કરવામાં આવે તો ગુરુ અતિ શુભ ફળદાતા બને છે. સમાજમાં જે વ્યક્તિ બીજાની નજરમાં કઈંક ચડિયાતા સાબિત થાય તે પ્રમાણે કાર્ય કરે તેની કુંડળીમાં ગુરુ સારો થાય છે. તે વ્યક્તિ અતિ માન સન્માન પ્રાપ્ત કરે છે.
જો સમાજના અગ્રણી અને સમાજ માટે કઈં કરી છૂટનારા લોકો સાથે કે કોઈ ઉચ્ચ પ્રકારના સાધુ કે મહાત્મા સાથે ખરાબ વર્તન કરવામાં આવે તો કેતુ નબળો બને છે તેના લીધે ઉપરથી પડવાના તેમજ અન્ય અનેક પ્રકારની બીમારીઓને વેંઠવાનો વારો આવે છે.
આથી ગ્રહોની ચાલ કેવું ફળ આપશે તે તમારા કર્મને આધિન છે જો તમારું કર્મ સારું હશે તો તમે વિપરિત સમયમાં પણ સામા પ્રવાહે તરીને આગળ આવતા જોવા મળશો.. તો સુધારો તમારું કર્મ જેથી સુધરે તમારું જીવન…