આંબે આયો મોર...ને ટહુકે કોયલ
ચારેકોર..
કેસુડો ફાલ્યો જાણે...બિછાવી ચાદર
ચારેકોર..
વસંતપંચમી ના વધામણાં સાથે જાય
શિયાળો ધીમે ધીમે..
સૂરજ કરે તૈયારી તપાવવા ધરતી ને
ચારેકોર...
કુંભારે ખડક્યા ઢગ માટલા...
ચારેકોર...
ગુલાલ કેરા રંગે રમે જોને સૌ
ચારેકોર..
છે તૈયાર હવે તો ઉનાળો
ચારેકોર..ચારેકોર..