Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો કેરિયરમાં ઈચ્છતા હોય ઉન્નતિ તો વાસ્તુ પ્રમાણે આ રીતે કરો ઘર સજાવટ

આજના જમાનામાં દરેક વ્યક્તિ પોતાની કેરિયરને લઈને બહુ મહત્વાકાંક્ષી હોય છે. તેને ઓછાં સમયમાં ઝડપી પ્રગતિ જોઈએ. આમછતાં કેટલીક વાર એવી ઘટનાઓ થઈ જાય છે કે જે આપણા વિચારને નકારાત્મક બનાવી દે છે. આમ થવા પર આપણા ઘરમાં પણ નકારાત્મક ઉર્જા સંચારિત થવા લાગે છે. એવામાં વ્યક્તિનો વિકાસ રોકાઈ જવો સ્વાભાવિક છે. જો વાસ્તુ પ્રમાણે ઘરના ઈન્ટિરિયરમાં કેટલાંક બદલાવ કરવામાં આવે તો ઘરમાં પાછું સકારાત્મક ઉર્જાનું સામ્રાજ્ય છવાય જાય છે. જાણી લો આ વાસ્તુ ટિપ્સ..

જો નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ ઈચ્છતા હોય તો ઘરમાં હમેંશા નોર્થ ઈસ્ટને ખાલી રાખો. અને જો કઈં મૂકવું જ હોય તો પૂજા સ્થાન બનાવો. આ દિશામાં જો ડસ્ટબિન, જૂના છાપાં, લાલ-ગુલાબી શેડ્સ, રસોડું હોય તો વ્યક્તિના વિચાર નકારાત્મક થઈ જાય છે. વાસ્તુને લઈને થયેલી શોધોમાં જણાવાયા પ્રમાણે ઘરમાં નોર્થ ઈસ્ટ એ સકારાત્મક ઉર્જાના આગમનની દિશા છે. તેથી જો તે ખાલી હોય તો વધું સારું. ખાલી ન હોય તો પૂજા સ્થાન હોય તો પણ તે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. જો તમારા ઘરમાં આ પ્રમાણે ન હોય તો તરત જ બદલાવ કરો.

જો તમે ઈચ્છતા હોય કે હમેંશા સકારાત્મક વિચાર રહે તો ઘરમાં નોર્થ ઈસ્ટમાં સ્વસ્તિક બનાવવો જોઈએ. એનાથી તમારા ધ્યાન અધ્યાત્મ તરફ વધશે. જે તમારી એકાગ્રતામાં વધારો કરશે. જેને લીધે તેની જીવન પર સકારાત્મક અસર પડશે. એનાથી તમારો ગ્રોથ થશે તમે આગળ વધશો.

જો ટોલયેટ, ડસ્ટબિન કે સ્ટોરમાંથી કઈં પણ નોર્થ ઈસ્ટમાં હશે તો તે તમારા વિકાસ માટે અવરોધરૂપ નિવડશે. તે તમને તમારો ભૂતકાળ ભલવા દેશે નહિં. સાથોસાથ નવા વિચારોને અમલમાં મૂકવામાં પણ રોડાં નંખાવશે. જો ઈસ્ટ કે સાઉથ ઈસ્ટમાં બેડરૂમ હોય તો પણ સકારાત્મક વિચાર અવરોધાય છે. સ્વસ્થ મસ્તિષ્ક માટે વિધ્નરૂપ નિવડે છે.

વેસ્ટ અને નોર્થ વેસ્ટ દિશામાં બેડરૂમ ન હોવો જોઈએ. તેમજ આ સ્થાન પર વધું સમય રોકાવું પણ ન જોઈએ. કારણ કે જો તેમ ન થાય તો તમને ભાવનાત્મક રીતે ચોટ લાગે છે. એનાથી નકારાત્મક વિચાર વધે છે. જેનાથી તમારા સંબંધો અને વિકાસમાં રોડાં આવે છે. સકારાત્મક વિચાર બેહદ જરૂરિયાત છે તમે પોતાના જીવન અને ઘર વાસ્તુ અનુસાર જ વધું સાકારાત્મક નિવડે છે. સાથોસાથ તમારા માનસિક તણાવ અને શારીરિક તણાવને ઓછો કરે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111331883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now